વેરાવળ-સોમનાથ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ પંદરથી વધુ જુદા-જુદા સેવાકીય કાર્યો કરી સુશાસન દિવસની ઉજવણી કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયીના જન્મદિન તા.૨૫ ડીસેમ્બરનાં રોજ ભાજપ પક્ષ દ્વારા સુશાસન દિવસ તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી આ દિવસે વિવિધ સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ વેરાવળ-સોમનાથ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સેવાકીય કાર્યો કરેલ હતા. જેમાં સફાઇ અભિયાન, ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ફુડ પેકેટ વિતરણ અને ભોજન કરાવેલ, સરકારી હોસ્પીટલોના દર્દીઓને ફ્રુટ વિતરણ, સિંધ પંચાયતની વાડીમાં સર્વરોગ નિદાન કેમ્પે અને ખારવાવંડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાગરપુત્ર ફાઉન્ડેશનના હોલમાં જરૂરીયામંદ પરીવારોને અનાજની કીટોનું વિતરણ કરાયેલ, સિધ્ધેશ્વર મંદિરે બટુક ભોજન કરાવેલ, જરૂરીયાતમંદ લોકોને ધાબળાઓનું વિતરણ સહિતના પંદરથી વધુ સેવાકીય કાર્યો કરવામાં આવેલ હતા. જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વ. અટલ બિહારી વાજપેયીને પુષ્પાજંલી આપવામાં આવી હતી. જયારે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત વેરાવળ આવેલા કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ ભરતભાઇ ચોલેરાનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેથી અશોક ચોલેરા સહિતના પરીવારજનોએ મંત્રીને સ્મૃતીચિન્હ આપી સન્માનીત કરેલ હતા. આ ઉજવણીમાં પૂર્વ જીલ્લા પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, હરદાસભાઇ સોલંકી, ભરત ચોલેરા, કપીલ મહેતા, સરમણભાઇ સોલંકી, પ્રવિણભાઇ રૂપારેલીયા, ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા, મંજુલાબેન સુયાણી, જગદીશભાઇ ફોફંડી, પ્રહલાદભાઇ શામળા, સવિતાબેન કમલભાઇ શર્મા, દેવાયતભાઇ ઝાલા, મુકેશ ચોલેરા, બાદલ હુંબલ, જયેશ પંડયા, ભીમભાઇ વાયલુ, રવિભાઇ ગોહેલ, ધનસુખ કુહાડા, નિલેશ વિઠલાણી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જાેડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews