સોમનાથ મંદિરનાં શિખર ઉપર રિલાયન્સના નથવાણી પરીવાર દ્વારા ૫૩ સુવર્ણ મઢીત કળશોની પૂજાવિધિ કરાઈ

0

જગવિખ્યાત સોમનાથ મંદિરનાં શિખર ઉપર રહેલા ૧૫૦૦થી વધુ કળશોને સુવર્ણ મઢીત કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ યોજનાને સારો એવો પ્રતિસાદ મળતા અત્યાર સુધીમાં દાતાઓ તરફથી ૫૩૦ કળશો માટેનું સુવર્ણ દાન જુદા જુદા દાતાઓ તરફથી નોંધવામાં આવેલ છે.
આ ૫૩૦ દાતાઓમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીના પરિવાર દ્વારા ૫૩ કળશોને સુવર્ણ મઢીત કરવા માટે દાન નોંધવામાં આવેલ હતું. આ ૫૩ સુવર્ણ કળશોની પૂજાવિધિ નથવાણી પરિવારના પુત્ર એવા દ્વારકા દેવસ્થાન સમિતિના સભ્ય ધનરાજ નથવાણી દ્વારા સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી અને હવે પછી પૂજા કરાયેલ ૫૩ સુવર્ણ મઢીત કળશો મંદિરના શિખરો ઉપર સ્થાપવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ છે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પૂર્વે જ સોમનાથ મંદિરના શિખરો ઉપર ૬૬ જેટલા સુવર્ણ મંદિર કળશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ વધુ ૫૩ સુવર્ણ કળશની પૂજાવિધિ પૂર્ણ થતાં શિખરને કળશ મઢીત કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews