જૂનાગઢ : પ્રાણી અત્યાચાર નિવારણ કમિટીના સદસ્યોની ગૌસેવા આયોગના ચેરમેન સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ

0

પ્રાણી અત્યાચાર નિવારણ કમિટી, જૂનાગઢ જિલ્લા ટીમના સભ્યોની ગૌસેવા આયોગ ના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયા સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના જૂનાગઢ જિલ્લાના સદસ્યો હિરેનભાઈ રૂપારેલીયા, સંદીપભાઈ કોટેચા, જયેશભાઇ ખેસવાણી, જયેશભાઇ કુબાવત તેમજ હિરેનભાઈ નાગ્રેચાએ કામગીરી, ગાયોને લગતી સમસ્યા વિશે ચર્ચા કરી તેમજ નિવારણ અંગેના સુચનો પણ માંગવામાં આવ્યા હતા અને તમામ ગૌશાળાની માહિતી આપી ત્યારે વલ્લભભાઈ કથીરીયાએએ તમામ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સદસ્યો તરફથી ગાય માતાને રાષ્ટ્રીય પશુ તરીકે ક્યારે ઘોષણા થશે એવી પણ રજુઆત કરી હતી. પશુપાલન અધિકારી ડો. પાનેરા, પરેશભાઈ રૂપારેલીયા દ્વારા પ્રત્યેક માલિકી ની ગાય ઉપર એક બારકોડ મારવામાં આવે છે જેથી રખડતી ગાયો તેમજ ગૌશાળા ઉપર આવેલ આકસ્મિક બીમાર ગાયોના માલિક શોધી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં વલ્લભભાઈ કાથીરીયાને મોમેન્ટો આપી, સાલ ઓઢાડીને તેમનાં સરાહનીય કાર્યને બિરદાવી સન્માન કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!