દ્વારકામાં મહાપ્રભુજીની બેઠક પાસે બનાવાયેલ હરીકુંડની ઉદ્દઘાટન પહેલા બદતર હાલત

0

યાત્રાધામ દ્વારકામાં છપ્પનસીડી પાસે આવેલ મહાપ્રભુજીની પાસે પૌેરાણીક હરીકુંડ આવેલ છે તે હરીકુંડમાં દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાણીની ઓટ ભરતી થતી હોય ત્યારે એ ગોમતીજીનું દરીયાઇ પાણી હરીકુંડમાં અવર જવર થતું હોય છે. ત્યારે હદય યોજના અંતર્ગત દ્વારકા નગરપાલીકા દ્વારા અંદાજીત ૯૦ લાખ રૂપિયાના ખર્ચે પૌરાણીક સ્થાપત્યોના રીનોવેશન અને રીટ્રોફીંગ વર્ક કરેલ છે. તે હરીકુંડમાં અણધડ કામ કર્યું હોય એમ હરીકુંડમાં પાણી ઓટ સમયે અવર જવર થતું ન હોવાથી કુંડમાં પાણી અતિ દુર્ગંધ મારે છે અને અસંખ્ય ગંદકીના ગંજ જામ્યા છે આથી વૈષ્ણવોમાં રોષની લાગણી ફેલાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews