શું વીઆઇપીઓ માટે મંદિરનાં દ્વાર ગમે ત્યારે ખૂલ્લા રાખી દ્વારકાધીશને જગાડી શકાય ?

0

વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે સોમવારના દિવસે બપોરના એક કલાક અને વિસ મિનીટે હરીયાણાના ઉપમુખ્યમંત્રી દુશ્યંત ચોટાલા પરીવાર સાથે બે થી ત્રણ પ્રાઇવેટ કાર લઇ મંદિર પરીસરમાં પહોંચ્યા હતા. ત્યારે દ્વારકાધીશ મંદિરના અધ્યક્ષ નરેન્દ્ર મીના તેમજ વહીવટદાર પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા સહિત અધિકારીઓ સ્વાગત માટે પહોંચી ગયેલ હતા તેમજ પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો. આમ યાત્રિકો માટે દ્વારકાધીશ મંદિર અમુક તહેવારોને બાદ કરી કાયમી ધોરણે એક વાગ્યે અનૌસર મંદિર બંધ થઇ જતું હોય છે અને દ્વારકાધીશજીના ઉત્થાપન દર્શન સાંજે પાંચ વાગ્યે થતા હોય છે. પરંતુ હરીયાણાના ઉપમુખ્યમંત્રી માટે આખા વિશ્વના રાજા કહેવાતા દ્વારકાધીશને જગાડવામાં આવ્યા હતાં. શું વિઆઇપીઓ માટે દ્વારકાધીશ મંદિરના દ્વારા ગમે તે સમયે વહીવટી તંત્ર ખોલી શકે ? તેવા પ્રશ્નો ચર્ચાઇ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews