આગામી સ્થાનીક ચુંટણીઓને લઈ વેરાવળ શહેર કોંગ્રેસની એક બેઠક મળી હતી. જેમાં ભાજપ સમર્પિત ૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જાેડાતા સ્થાનીક કોંગી ધારાસભ્યે તમામને ખેસ પહેરાવી આવકાર્યાના સમાચારથી સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વેરાવળમાં આગામી નગરપાલીકાની ચુંટણીને લઈ શહેર કોંગ્રેસની એક બેઠક ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં નગરપાલીકાની આગામી ચૂંટણી અંગે રણનીતી ઘડવાની સાથે ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ આ બેઠકમાં શહેરના પ્રભાસપાટણ વિસ્તારના ભાજપ સમર્પિત ૫૦ જેટલા યુવા કાર્યકરો કોંગ્રેસની વિચારધારા સાથે જાેડાતા સ્થાનીક કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ તમામને ખેસ પહેરાવી આવકાર્યા હોવાનો દાવો કરાયો છે. આ બેઠકમાં જીલ્લાા પ્રમુખ મનસુખભાઈ ગોહેલ, વિક્રમભાઇ તન્ના, નરૂદીનભાઇ પટેલ, જયકરભાઇ ચોટાઇ, અફજલભાઈ પંજા સહિતના કોંગી આગેવાનો-કાર્યકરો જાેડાયા હતા. અત્રે નોંધનીય છે કે, નગરપાલીકાની ચુંટણી પહેલા જ કાર્યકરોના પક્ષ બદલવાની પ્રવૃત્તિથી સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં એક બીજા પક્ષોમાં કાર્યકરોના પ્રવેશનો સીલસીલો ચાલુ જ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews