આજથી ત્રણ વર્ષ પહેલા લેવાયેલ ટેટ-૨ની પરીક્ષા પાસ કરેલા આશરે ૪૭ હજાર જેટલા ઉમેદવારોની ધો.૬ થી ૮ માં વિદ્યાસહાયકની ભરતી વહેલીતકે કરવા બાબતે ગીર-સોમનાથ જીલ્લાના ઉમેદવારો દ્વારા શિક્ષણમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી વહેલાસર કાર્યવાહી કરવા માંગણી કરી છે. ગીર-સોમનાથ જીલ્લાના ટેટ-૨ની પરીક્ષા પાસ કરનાર રામભાઇ ચાવડા સહીતના ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીને રૂબરૂ મળી લેખીત-મૌખીક રજૂઆત કરી જણાવેલ કે, વર્ષ ર૦૧૭માં ટેટ-૨ની પરીક્ષા લેવાયેલ હતી. જેમાં આશરે ૪૭ હજાર જેટલા ઉમેદવારો પાસ થયેલ છે. જેની સામે છેલ્લા ચાર વર્ષમાં માત્ર એક વખત જ ભરતી થયેલ છે અને છેલ્લા ત્રણ વર્ષથી ઉમેદવારો ભરતીની રાહ જાેઇ રહયા છે. ટેટ-૨ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો દ્વારા ધો.૬ થી ૮ માં આશરે દસ હજાર તથા ભાષા, સામાજીક વિજ્ઞાનની ભરતીમાં છેલ્લા ૧૦ વર્ષથી ઉમેદવારોને અન્યાય થઇ રહયો છે. સૌથી વધુ ભાષાના ૨૧ હજાર, સામાજીક વિજ્ઞાનના ૨૩ હજાર ઉમેદવારો ભરતીની રાહ જાેઇ રહેલ છે. ધો.૧ થી ૫ તથા ધો.૬ થી ૮નું મહેકમ અલગ થવાથી ભાષાને સામાજીક વિજ્ઞાનના ઉમેદવારો સાથે છેલ્લા દસ વર્ષથી અન્યાય થઇ રહેલ છે. આ બાબતે તુરંત કાર્યવાહી કરી તાત્કાલીક ભરતી જાહેર કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews