ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રકાશદાસજી મહારાજની આજ્ઞાથી અને તેમની પ્રેરણાથી તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી પૂજય વિવેકસાગર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની અસીમ કૃપાથી સત સેવાના ભગીરથ કાર્યો થતા રહે છે. સાળંગપુરધામમાં આજે લાખો શ્રધ્ધાળુઓ અને ભાવિકોનો દાદાનો ભાવ અને અવિરત સેવાથી આવા દિવ્ય ભગીરથ કાર્યો ચાલે છે તેમ કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીજી મહારાજે જણાવેલ હતું. દાદાના દરબારમાં શનિવાર, રવિવાર તેમજ પૂનમના તો હજારો ભાવિકો દૂર, દૂરથી દાદાના દર્શનાર્થે પધારે છે અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દિવ્ય દર્શન કરીને તન અને મનની શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે. ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ દ્વારા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને સર્ટિફિકેટ આપી બોટાદમાં જીનિયસ સ્કુલમાં બોટાદના એસ.પી. હર્ષદભાઈ મહેતા તેમજ બોટાદ જિલ્લા પોલીસ સેવા યજ્ઞ દ્વારા પૂજય સ્વામીજીના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં વિશ્વ રોકોર્ડસ ગોલ્ડન બુક સહભાગિતા પ્રમાણપત્ર કે જે સૌથી વધુ ફુડ સર્વિસ કેમ્પેઈન બોટાદ દ્વારા જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થા સેવા યજ્ઞ દ્વારા સૌથી મોટી ફુડ પીરસતી ઉર્ંઇન્ ર્ંઝ્રછસ્ઁ અભિયાનના વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે. કોરોના સંક્રમણમાં અઢાર લાખ પિસ્તાલીસ હજાર સાતસો નેવું લોકોને અન્નનું વિતરણ અને ભોજન પીરસાયેલ છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામએ આ મહામારી કોરોના સમયે ભાગ લીધેલ હતો જે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીજી તેમજ ડી.કે. સ્વામીજી મહારાજે જણાવેલ છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર દ્વારા કોરોનાની મહામારીના સમયમાં પણ સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચાર મહિના સુધી કોરોનાના દર્દી માટે કોરોના-૧૯ માટે હોસ્પિટલ બનાવા માટે ત્રણસોં રૂમો આપેલા હતા અને એક માનવ સેવાનું ભવ્ય ભગીરથ કાર્ય આ સંસ્થાએ કરેલ હતું. દર્દીઓને જમવાની ઉત્તમ સગવડ આપેલ હતી એમ સાળંગપુર મંદિરના ભકતજન વાંકાનેરના હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews