કાતિલ ઠંડીનો લાભ લઇ વેરાવળની બજારોમાં તસ્કરોએ તરખાટ મચાવી ચાર દુકાનોમાં ચોરી કરી

0

કાતિલ ઠંડી વચ્ચે વેરાવળની બજારમાં તસ્કરોએ તરખાટ મચાવી જુદા-જુદા સ્થળે ચાર દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચાર પૈકી બે દુકાનો તો પોલીસ ચોકીની સામે જ ૧૦૦ એક મીટરની દુરીમાં આવેલી હોય જેને નિશાન બનાવી તસ્કરોએ પડકાર ફેંકયો છે. જાે કે, પોલીસને ઘટનાની જાણ થતા તાબડતોડ તપાસ શરૂ કરી બે શંકમદોને રાઉન્ડ અપ કરી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા પુછપરછ શરૂ કરી છે.
છેલ્લો થોડા દિવસોથી ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળમાં કાતિલ ઠંડી પડી રહી હોવાથી રાત્રીથી લઇ સવાર સુધી કર્ફયુ જેવો માહોલ સર્વત્ર જાેવા મળે છે. ત્યારે આ મોકાનો ફાયદો લેવા ચોરીની ઘટનાઓને અંજામ આપવા તસ્કરો સક્રીય બન્યા હોવાની ચર્ચાઓ થઇ રહી છે. વેરાવળ શહેરમાં એમ. જી. રોડ ઉપર ગાંધીચોક પોલીસ ચોકીની સામે જ સો એક મીટર દુર ચૌધરીમલ ઉતમચંદ કાપડની તથા ગુજરાત ગેસ સ્ટવ નામની દુકાનને, મોચી બજારમાં અને સટાબજારમાં ફુલ ભંડારની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચારેય દુકાનો પૈકી ફુલ ભંડારમાંથી રોકડા તથા ચાંદીના સીકકા મળી વીસેક હજારની ચોરી થયેલ જયારે બાકીની ત્રણેય દુકાનોમાંથી પરચુરણ રકમ અને વસ્તુઓની ચોરી થઇ હોવાનું જાણવા મળી રહેલ છે. આ ચોરીની ઘટનાની જાણ થતા ડીસ્ટાફ બ્રાંચે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જેમાં બે શંકમદોને રાઉન્ડ અપ કરી પુછપરછ કરવામાં આવી હોવાથી ટુંક સમયમાં જ ચોરીનો ભેદ ઉકેલાઇ જશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews