કેશોદમાં મારામારીનાં બે બનાવમાં પોલીસે ફરીયાદો નોંધી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં ધાર વિસ્તાર કોર્ટની પાછળ રહેતા મહેશભાઈ ઉર્ફે લખન કેશુભાઈ પરમાર અને તેનો ભાઈ પોતાની દુકાને હાજર હોય તે દરમ્યાન આરોપી રીયાઝ હમીદ પોતાના હાથમાં મોટી છરી લઈ આવી બંને ભાઈઓને ગાળો બોલી છરીથી હુમલો કરેલ અને તેમજ આરોપી નદીમે મહેશભાઈને પીઠમાં ઢીકાઓનો માર મારેલ અને બાદમાં બંને આરોપીઓ સાહેદ તંબુવાળા પાસે જઈ ઝઘડો તકરાર કરતા હોય મહેશભાઈ બંનેને સમજાવવા જતા રીયાઝે છરીથી હુમલો કરી તેમના હાથમાં ઈજા પહોંચાડી હતી. જયારે અન્ય એક બીજા બનાવમાં કેશોદથી એક કિમી દુર જીઈબી સબસ્ટેશન પાસે કમલેશભાઈ મનસુખભાઈ અખીયા અને સાહેદ બાઈક લઈ આવતા હોય ત્યારે આરોપી સિકંદર ઉર્ફે સીકલોએ બાઈક રોકાવી મને ઘરે મુકી જા તેમ કહેતા કમલેશભાઈએ તેની સાથેનાં બે માણસોને નીચે ઉતારી દઈ આરોપી સિકંદર ઉર્ફે સીકલાને ઘરે મુકવા ગયેલ ત્યારે કમલેશભાઈએ બાઈક ઉભુ રાખતા તું કેમ બાઈક ઉભુ રાખતો નથી તેમ કહી છરી બતાવેલ. જેથી કમલેશભાઈ ડરીને ઘરમાં ઘુસી ગયેલ અને આરોપી થોડે દુર જતાં તેનુ બાઈક લઈ ભાગવા જતાં આરોપીએ બાઈક લેતો નહીંતર મારી નાંખીશ તેવી ધમકી આપવા છતાં કમલેશભાઈ ભાગતા આરોપી સિકંદરે છરીનો છુટો ઘા મારી કમલેશભાઈને ખંભાનાં ભાગે ઈજા પહોંચાડી હતી. આ બંને બનાવોમાં પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews