ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજાે આપવા માટે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીને રજુઆત કરી વહેલી તકે કાર્યવાહી આગળ ધપાવવા માંગણી કરી છે. આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ અગાઉ તા.૩૦ ઓગસ્ટ ર૦૧૯માં રજૂઆત કરાયેલ હતી જેમાં જણાવેલ કે, જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકામાં એક જ નગરપાલિકા છે અને તે ચોરવાડ નગરપાલીકા છે. માળીયા હાટીના તાલુકામાં ઘણા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને માળીયા હાટીના તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો છે જેથી માળીયા હાટીના તાલુકાનું વિભાજન કરવામાં આવે અને ચોરવાડ શહેરને અલગ તાલુકાનો દરજજાે આપવામાં આવે તો ઘણા ગામડાના લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ થઇ શકે તેમ છે. હાલમાં સરકારી કામકાજ માટે લોકોને ચોરવાડથી માળીયા જવું પડે છે. જેથી ચોરવાડને તાલુકાનો દરરજાે આપવામાં આવે તો સરકારી કચેરીઓ પણ અહીં આવવાથી લોકોના કામકાજ સહેલાઇથી થઇ શકે તેમજ સમય અને પૈસાની પણ બચત થઇ શકે. આ સાથે વિકાસના કામોને વધારે વેગ મળી શકે અને ચોરવાડ તાલુકાના પ્રજાજનોને અને છેવાડાના માનવીને પણ આ સરકારી કચેરીનો લાભ મળી શકે તેમ છે. આમ, ચોરવાડને તાલુકા કક્ષાનો દરજજાે જાહેર કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવા માંગણી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews