કોર્પોરેશન અને નગરપાલીકા વિસ્તારની વિદ્યાર્થીનીઓને કોલેજ જવા એસટીમાં ફ્રી મુસાફરીની સુવિધા આપવા માંગણી

0

મહાનગરપાલીકા તથા નગરપાલીકા વિસ્તારની વિદ્યાર્થીની બહેનોને અભ્યાસના સ્થળ સુધી પહોંચવા માટે એસટી બસમાં ફ્રી સુવિધા આપવા યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્યે મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી માંગણી કરેલ છે. વેરાવળના ભકત કવિ નરસિંહ મહેતા યુનીવર્સીટીના સભ્ય પ્રો.ડો. જે.એસ. વાળાએ મુખ્યમંત્રી રૂપાણીને કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, એસટી નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીની બહેનોને તેમના રહેણાંકથી અભ્યાસના સ્થળ સુધી પહોંચવા બસમાં ફ્રી પાસની સુવિધા હોય ત્યારે નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતી બહેનોને આ સુવિધા મળતી નથી. ગીર-સોમનાથ જીલ્લામાં ચોરવાડ, સુત્રાપાડા, તાલાલા સહીતના વિસ્તારોમાં અનેક કોલેજાે આવેલી છે અને નગરપાલિકા વિસ્તારમાંથી અભ્યાસ અર્થે બહેનો આવતી-જતી હોય છે ત્યારે અગાઉ પણ ફ્રી પાસની સુવિધા અર્થે પત્ર દ્વારા રજૂઆત કરેલ હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે, દિકરીઓનું સન્માન કરવું જાેઇએ તેથી આ સપનું પૂરૂ કરવાની કામગીરી ગુજરાતમાંથી શરૂ થાય તેવી માંગ કરી માર્ગ વાહન વ્યવહાર નિગમના પત્રમાં સુધારો કરી સમગ્ર રાજયની નગરપંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતી અને અન્ય સ્થળે અભ્યાસ અર્થે જતી બહેનોને લાભ મળે તેવું રજૂઆતના અંતમાં જણાવેલ છે. આ રજૂઆતની જાણ પ્રદેશ અધ્યક્ષ, સાંસદ અને સંગઠનના પ્રમુખને કરાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews