પ્રભાસપાટણ અધ્યાપન મંદિરની તાલીમાર્થી વિદ્યાર્થીની ડીએલએડની પરીક્ષામાં બોર્ડમાં સાતમાં ક્રમે ઉતીર્ણ થઇ

0

પ્રભાસપાટણ ખાતે આવેલ પી.ટી.સી. કોલેજની તાલીમાર્થી બોર્ડમાં સાતમાં ક્રમે તથા ગીર સોમાનથ જીલ્લામાં પ્રથમ આવી રાજયકક્ષાએ ઝળકી ગૌરવ વધારેલ છે. તાજેતરમાં રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ડીએલએડ દ્રિતીય વર્ષ ર૦ર૦નું પરીણામ જાહેર કરાયેલ છે. જેમાં શીશુ મંગલ સંચાલિત અધ્યાપન મંદિર -પ્રભાસ પાટણમાં દ્રિતીય વર્ષ ડીએલએડમાં અભ્યાસ કરતી તાલીમાર્થી મિનલબેન ડી. અપારનાથીએ ૯૧.પ૦ ટકા સાથે રાજય પરીક્ષા બોર્ડમાં સાતમાં ક્રમે તથા ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ ક્રમે આવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. આ સંસ્થાનું બંન્ને વર્ષનું પરીણામ ૧૦૦ ટકા આવેલ હોય અને શ્રેષ્ઠ પરીણામ બદલ સંસ્થાના માનદમંત્રી કેતકીબેન જાની સહીતના દ્વારા તાલીમાર્થી બહેનોને આવકારેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews