બિહારના રાજદ પક્ષના નેતા શ્યામ રજકે એવો દાવો કર્યો હતો કે ભાજપની દગાબાજીથી નારાજ એવા જદયુના ૧૭ ધારાસભ્યો અમારી સાથે જાેડાઇને રાજદની સરકાર રચવા તૈયાર હતા. તેમણે કહ્યું કે આ ધારાસભ્યો ભાજપની સરકારને ગબડાવીને રાજદમાં જાેડાવા તૈયાર બેઠા હતા. મિડિયાએ એવો સવાલ કર્યો હતો કે સત્તર સભ્યો પક્ષાંતર કરે તો પોતાનું ધારાસભ્યપદ ગુમાવી દેશે. એના જવાબમાં શ્યામ રજકે કહ્યું આ સત્તર ઉપરાંત બીજા સાત આઠ ધારાસભ્યો રાજદમાં જાેડાય તો પક્ષાંતર ધારાની અસર તેમને નહીં થાય. આશરે પચીસ છવ્વીસ ધારાસભ્યો રાજદમાં જાેડાય તો તેમને કાયદાની દ્રષ્ટિએ કશો વાંધો નહી આવે. આ આખી ઘટનાની પાછળ ભાજપે અરૂણાચાલ પ્રદેશમાં ભરેલું અવિચારી અને ઉતાવળું પગલું છે. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે નીતિશકુમાર અને જદયુને આંચકો આપ્યો તેમ છતાં નીતિશકુમાર ભાજપના અનુરોધથી બિહારના મુખ્યપ્રધાન બન્યા હતા. વાસ્તવમાં નીતિશકુમાર એ સમયેજ નારાજ હતા. ભાજપે જદયુને ઓછી બેઠક મળે એવા હેતુથી ચિરાગ પાસવાનને જંગમાં ઊતાર્યો હતો. ચિરાગનો પક્ષ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયો પરંતુ જદયુની બેઠકો ઘટી અને એ ત્રીજા નંબરે આવી ગયો. એ પછી ગયા અઠવાડિયે કોઇ કારણ વિના ભાજપે અરૂણાચલ પ્રદેશમાં જદયુના છ-સાત ધારાસભ્યોને ફોડી નાખ્યા. અરૂણાચલ પ્રદેશમાં ભાજપે અન્ય પક્ષોના ધારાસભ્યો તોડવા પડે એવી કોઇ મુશ્કેલી નહોતી છતાં ભાજપે જદયુના સભ્યોને તોડ્યા એટલે ગુસ્સે થયેલા નીતિશકુમારે જાહેર કર્યું કે મારે બિહારના મુખ્ય પ્રધાનપદે નથી રહેવું. તમે બીજાે માણસ ગોતી લ્યો. એ સમયે તક ઝડપીને રાજદના તેજસ્વી યાદવે તેમને એવી ઓફર કરી કે તમે મને બિહારમાં મુખ્ય પ્રધાન બનાવો. હું તમને હવે પછીની સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર બનાવીશ. વાસ્તવમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજદ સૌથી મોટા તરીકે ઊભર્યો હતો. પરંતુ એ બહુમતીથી દૂર હતો. એના સાથીદાર પક્ષ કોંગ્રેસનો ધબડકો થયો હતો. ચિરાગનો પણ ધબડકો થયો હતો. એ સંજાેગોમાં જદયુના સભ્યો રાજદને સાથ આપે તો તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન બની શકે છે. એ સંજાેગોમાં હવે શ્યામ રજકે એવો ધડાકો કર્યો હતો કે જદયુના ભાજપથી નારાજ એવા સત્તર સભ્યો અમારી સાથે જાેડાઇને નવી સરકાર બનાવવા ઉત્સુક છે. શ્યામ રજક અગાઉ બિહાર સરકારમાં પ્રધાનપદે રહી ચૂક્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews