એક બાજુ કેન્દ્ર સરકાર સતત એ દાવો કરી રહી છે કે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાર કર્યા પહેલા હિતધારકોની સાથે અનેક પરામર્શ કર્યા હતાં. પરંતુ એક આરટીઆઈના જવાબમાં સરકારનું કહેવું છે કે, આ મામલે કોઈ રેકોર્ડ નથી. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા કૃષિ કાયદાને પસાર કર્યા પહેલા પરામર્શ નહિ કરવાનો આરોપ લગાવીને વિપક્ષ અને ખેેડુત સંગઠન ટીકા કરી રહયા છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એક કાર્યક્રમમાં કહયું હતું કે, આ કાયદા ઉપર દેશમાં ખુબજ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અનેક સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશભરમાં અનેક પરામર્શ આયોજીત કરવામાં આવ્યા હતાં. આ મહિનાની શરૂઆતમાં કાયદાકીય મંત્રી રવિશંકર પ્રસાદે કહયું હતું કે, કૃષિ કાયદા ઉપર હિતધારકોની સાથે વ્યાપક પરામર્શ, તાલીમ અને આઉટરીય કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં. તેઓએ કહયું હતું કે ૧.૩૭ લાખ વેબિનાર અને તાલીમ જુનમાં આયોજીત કરવામાં આવ્યા હતાં અને ૯ર.૪ર લાખ ખેડુતોએ ભાગ લીધો હતો. એજ રીતે સરકારી સુત્રોની એક નોટ મુજબ આ ધારણાને દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે ખેડુતો અને તેના પ્રતિનિધિઓની સાથે વ્યાપક આઉટરીય અને પરામર્શ કરવામાં આવ્યું નથી. એ પણ કહેવામાં આવ્યું છે કે, કેટલાક પ્રગતિશીલ ખેડુતો અને યાર્ડ અધિકારીઓની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી. વીડીયો કોન્ફરન્સના માધ્યમથી એફપીઓ કિસાન ઉત્પાદક સંગઠનોની સાથે અનેક બેઠકો યોજવામાં આવી. મંત્રાલયે એક પ્રમુખ કિસાન સંઘ સાથે પણ બેઠક યોજી હતી અને ત્યાં સુધી કે તેની પ્રતિક્રિયા બાદ અધ્યાદેશમાં બદલાવ પણ કરવામાં આવ્યો હતો આરટીઆઈ કચેરીની પ્રતિક્રિયા મુજબ જાેકે આ દાવાની સત્યતા ઉપર ગંભીર શંકા પેદા કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews