મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સંભવતઃ આગામી ૩જી જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવનાર છે. મુખ્યમંત્રી રૂપાણી પાણી ઉના ખાતે પુરવઠા યોજના અને કિસાન સૂર્યોદય યોજનાનું લોકાપર્ણ કરશે. આ પ્રવાસ દરમ્યાન સંભવતઃ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આવશે તેવું જાણવા મળી રહેલ છે. મુખ્યમંત્રીના સંભવતઃ પ્રવાસની તૈયારીઓને લઇ ગીર સોમનાથ જીલ્લાા વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી.
આગામી ૩જી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે સંભવતઃ આવી રહયા છે. મુખ્યમંત્રી ઉના ખાતે પાણી પુરવઠા યોજનાનું તથા કિસાન સૂર્યોદય યોજનાનું લોકાપર્ણ કરનાર હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત પ્રવાસ દરમ્યાન જગવિખ્યાત સોમનાથ મંદિરે આવી મહાદેવને શીશ ઝુકાવવા આવે તેવી શકયતા છે. જેથી મુખ્યમંત્રીના સભવંતઃ પ્રવાસને લઇ ગીર સોમનાથ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પોલીસવડા સહિત વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીના પ્રવાસને લઈ બંદોબસ્ત, સફાઇ, ટ્રાફીક રૂટની સમીક્ષા સહિતની જરૂરી તૈયારીઓ કરી સમયસર પરીપુર્ણ કરી લેવા માર્ગદર્શન સાથે સુચનાઓ આપવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews