કફની પ્રકૃતિ ધરાવતા લોકો કોરોના સંક્રમણનો વધુ બન્યા ભોગ : શરીરમાં કફનું પ્રમાણ વધે ત્યારે તમને ર૮ પ્રકારનાં રોગો ઘેરી શકે છે

0

આપણે આપણા વડીલોને વાત કરતા સાંભળ્યા હશે કે, એની તો પ્રકૃતિ જ એવી છે, ક્યારેય નહીં બદલાય, તો આજે તમને આ પ્રકૃતિ સાથે પરિચય કરાવી દઈએ. આયુર્વેદ અનુસાર માનવી ત્રણ પ્રકારની પ્રકૃતિ ધરાવે છે વાત, પિત્ત અને કફ. આ ત્રણેયનું સંતુલન જળવાઇ રહે તે આપણા આરોગ્ય માટે જરૂરી છે. સામાન્ય રીતે વાતાવરણની અસર આપણા શરીર ઉપર થતી હોય છે પરંતુ વ્યક્તિની પ્રકૃતિ કેવી છે તેના ઉપર વાતાવરણની અસરનો પ્રભાવ વધારે પડે છે. વ્યક્તિના વર્તન દ્વારા વાત, પિત્ત કે કફ પ્રકૃતિના પ્રભાવના અસરની જાણ થતી છે અને જ્યારે તે અસંતુલિત થઇ જાય છે તો વ્યક્તિના વર્તનમા સમસ્યાઓ ઉત્પન્ન થઇ જાય છે. દરેક વ્યક્તિમાં આ ત્રણેય તત્વોમાંથી કોઇ એક તત્વ વધારે પ્રબળ હોય છે અને વ્યક્તિનો સ્વભાવ અને ચિત્તપ્રકૃતિ આજ પ્રબળતાના કારણે નિર્ધારિત થાય છે. આ ત્રણ પ્રકારની પ્રકૃતિમાંથી કફ પ્રકૃતિ ધરાવતા લોકો સૌથી વધારે કોરોના સંક્રમણના શિકાર થયા છે. વર્તમાન સમયમાં સામાન્ય શરદી, ઉધરસ કે કફ થવાથી જ આપણી ચિંતા વધી જાય છે કે મને કોરોના થયો નહી હોય ને ? અને કોરોના ટેસ્ટીંગ કરતા વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું છે કે ૮૦% વ્યક્તિઓ કોરોના ટેસ્ટ એટલા માટે કરાવે છે કે તેમને સામાન્ય શરદી કે ઉધરસ હોય તેમજ તે લોકો કોરોના તો નહિ થયો હોયને એવા ભયના કારણે ટેસ્ટ કરાવતા હોય છે. મોટાભાગના કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે વાત કરતા જાણવા માળ્યું કે તેઓ કફ પ્રકૃતિ ધરાવતા હતા જેના કારણે તેઓ કોરોનાનો શિકાર થયા છે. એમાં પણ શિયાળાની આ ઋતુમાં ઘણીવાર ઋતુ પ્રમાણે શરદી, ઉધરસ કે કફ થઇ શકે છે. કફની પ્રકૃતિ હોય તો કોરોના સંકટમાં આ લોકોને ખાસ ધ્યાન રાખવું. શરીરમાં કફ વધે ત્યારે તમને ૨૮ પ્રકારના રોગો ઘેરી શકે છે તેવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. બાળકના જન્મથી લઇને ૧૪ વર્ષની ઉમર સુધી કફની તકલીફ વધુ હોય છે. જ્યારે કફ સંતુલિત હોય છે ત્યારે વ્યક્તિ આવેગિક રીતે સંતુલિત, તર્કશીલ, શાંત અને સ્થિરતા ધરાવતી હોય છે. કફના અસંતુલનથી માથુભારે રહેવું, અનિંદ્રા, નાકમાંથી પાણીના ટીપા ટપકવા, ખાસી, શરદી, ઉધરસ, છીંક આવવી વગેરે થાય છે. તેમજ જે વ્યક્તિઓ સ્વભાવગત આરામપ્રિય-આળસુ, નિંદ્રાધિન હોય, કસરત ન કરતાં હોય અને વધુ પડતી કેલરીવાળો ખોરાક ખાતા હોય તેઓને કફ સબંધિત રોગો થવાની શક્યતા વધુ રહે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિનો આધાર કફ તત્વની કામગીરી ઉપર આધાર રાખે છે. કફ એ નવા કોષોની રચના અને રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. શરીરમાં જીવાણુંનું આક્રમણ થતાં જ એન્ટીબોડીઝ ઉત્પત્તિ થવા માટે કફ તત્વ જવાબદાર છે જેના દ્વારા શરીરને નુકશાન કરતા જીવાણુંને રોકવાની, દૂર કરવાની બાયોકેમિકલ પ્રોસેસ ચાલું થઇ જાય છે. કફ તત્વ મગજનાં યોગ્ય વિકાસ માટે પણ જવાબદાર છે. કફ તત્વ દ્વારા મન પ્રફુલિત અને ઉત્સાહીત રહે છે, તેમજ ધૈર્ય, સહનશક્તિ જેવા કાર્યો કફ આધારિત હોય છે.
કફ મટાડવા માટેના ઉપચારો : તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે. દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે. દૂધ નવશેકું હુંફાળું પીવું. દૂધમાં વાવડીંગનું ચૂર્ણ, સૂંઠ અને સાકર નાખી ઉકાળી ગાળી અને પીવાથી ક્ફ મટે છે.
વાત પ્રકૃતિના લક્ષણો : શરીરમાં જાે વાત પ્રકૃતિનો પ્રભાવ અસંતુલિત હશે તો વ્યક્તિને સવારની શૌચ ક્રિયાઓ કરવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે દિવસ દરમ્યાન તે બેચેનીએ અનુભવે છે, હતાશ રહે છે, કામ કરવામા રસ રહેતો નથી, અનિદ્રા, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુઃખાવો કે અવાજ આવ્યા કરવો, શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, શરીરમા શુષ્કતા લાગે છે. ગઢપણમાં વાતનો રોગ સૌથી વધુ થાય છે. સ્નાયુનો દુઃખાવો, ગોઠણનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો.
પિત્ત પ્રકૃતિના લક્ષણો : અસંતુલિત પિત્ત વ્યક્તિની નબળાઇમાં વધારો અને ક્રોધને વધારે છે તેમજ એસીડીટી તરફ દોરી શકે છે. આ સિવાય પેટમાં દુઃખવુ કે બળતરા થવી, ગેસ થવો, ખાટા ઓડકાર આવવા, ખોરાક પાચન ન થવો, બગાસા આવવા જેવી બાબતો પણ જાેવા મળે છે.
કફ પ્રકૃતિના લક્ષણો : અસંતુલીત કફથી શરીરનું વજન વધવા લાગશે અને મેદસ્વીતા આવશે, શરીરમાં પાણીનો ભરાવો અને સોજા આવવા, શરદી, ઉધરસ અને કફ અવારનવાર થવા, શરીરમાં શર્કરાનું પ્રમાણ વધવું જેના કારણે ડાયાબીટીસ થાય, શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધવું, શરીરમાં સુસ્તી આવવી વગેરે.

error: Content is protected !!