રૂા.૩પ૦૦ કરોડની સુર્યોદય યોજનાનાં પ્રથમ તબકકામાં ૧૦પપ ગામો આવરી લેવાયા ગુજરાતનાં ૩૦ જિલ્લાના વધુ ર૪૦૯ ગામોના ખેડૂતોને દિવસે વીજળી અપાશે

0

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના વધુ ર૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રૂા.૩પ૦૦ કરોડની જાેગવાઈવાળી આ યોજના હેઠળ પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ૧૦પપ ગામોને આવરી લેવાયા હતા. ઊર્જા મંત્રી સૌરભ પટેલે કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના વધુ ૨,૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે તેઓએ જણાવ્યુંં હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે રૂ. ૩૫૦૦ કરોડની યોજનાનો આરંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૪મી ઓક્ટોબરના રોજ વચ્ર્યુઅલી જૂનાગઢ ખાતેથી કરાવ્યો હતો. જેમાં ૧ લાખ ખેડૂતોને લાભાન્વિત કરાયા છે. ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું અમારૂ આયોજન છે. આ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના ૧૫૦ તાલુકાના ૨,૪૦૯ ગામડાના અંદાજે ૧.૯૦૦ લાખ ખેડૂતોને આવરી લઇ દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના ૬ જિલ્લા, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ૧૨ જિલ્લા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ૬ જિલ્લા અને મધ્ય ગુજરાત વીજ કંપની હેઠળના ૬ જિલ્લાને આવરી લેવાશે. જેમાં ૮૮૩ ફીડરો થકી ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. આ માટે ૩૭૫ મેગા વોટ વીજળીની જરૂરિયાત ઊભી થશે તેમ જણાવતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ ૧૫૨ ગ્રુપ છે, તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે ૫ઃ૦૦ વાગ્યાથી રાત્રિના ૦૯ઃ૦૦ કલાક દરમ્યાન વીજળી આપાશે. સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દરમ્યાન જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજ્યમાં હાલ ૧૭.૨૫ લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને ૧૫૩ જૂથોમાં વહેંચીને ૮૪૦૦થી વધુ ૧૧ કેવીના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ જૂથોને ૨૪ કલાકમાં ત્રણ શીફ્ટથી થ્રી ફેઝ વીજ પુરવઠો અને ૨૪ કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews