સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક જ દિવસે યોજી પરિણામો પણ એ જ દિવસે જાહેર કરો : કોંગ્રેસ

0

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની તમામ ચૂંટણીઓ એક જ દિવસે યોજાય અને તેના પરિણામો પણ એક જ દિવસે જાહેર કરાય અને સીમાંકનમાં રહેલી વિસંગતતા દૂર થાય રોટેશનના નિયમનું પાલન થાય તેમજ મતદાર યાદીમાંથી નામો દૂર થયાની ફરિયાદનો યોગ્ય નિકાલ થાય તેવી પ્રબળ માગણી સાથેની રજૂઆત વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા અલગ- અલગ પાંચ મુદ્દાઓની વિગતે ચર્ચા કરી હતી જેમાં મતદારયાદીમાં છેડછાડ થવા અંગેની વિગતો કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવી હતી. આ ઉપરાંત મતદારયાદીનું ક્રોસ વેરિફિકેશન કરવા માટેનું સૂચન કર્યું હતું, તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, મોટાભાગના કિસ્સાઓમાં મતદારયાદીમાંથી મતદારનું નામ ગાયબ થઈ જવાથી મતદાન થઈ શકતું નથી, તે બાબતે ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય વિચાર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ અને સચિવ મહેશ જાેશી સાથે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય આગેવાનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે મહત્ત્વના મુદ્દાઓ અંગે પરામર્શ કર્યા બાદ રજૂઆતો કરી હતી. બેઠક બાદ વિપક્ષી નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે યોજાય અને તેના પરિણામો પણ એક જ દિવસે આવે તે રીતે આયોજન કરવામાં આવે, સીમાંકન મુદ્દે ઊભી થયેલી વિસંગતતા અને તેમાં રહેલી ક્ષતિઓ દૂર કરવામાં આવે, તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠકોના રોટેશન નિયમોનું પાલન પણ નિયમ અનુસાર કરવામાં આવે તેવી માગણી કરી હતી, સાથે-સાથે ચૂંટણીઓના સમયમાં સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવામાં આવે છે. ત્યારે વિપક્ષ દ્વારા સંવેદનશીલ મતદાન બૂથ બદલવા બાબતે રજૂઆતો કરવામાં આવતી હોય છે. જેને નજર અંદાજ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું હતું કે, આવા કિસ્સાઓમાં ચૂંટણી તંત્ર તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરીને યોગ્ય ર્નિણય કરે એવી અપીલ ચૂંટણી તંત્રને કરવામાં આવી હતી. ઉપરાંત વિપક્ષ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ચૂંટણી સમયે મતદાતાને મળેલી સ્લીપ બાદ પણ મતદારયાદીમાંથી મતદારનું નામ ગાયબ થઈ જાય તો આવા કિસ્સાઓમાં ચૂંટણી પંચ દ્વારા લેખિત પૂરાવો આપવામાં આવે તો કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન આ વિગતો સરળ બને.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!