સિધ્ધી સીમેન્ટે લોકડાઉનમાં છુટા કરેલા ૨૦ કામદારોને પરત ન લેતા કંપનીના ગેઇટ સામે ધરણા ઉપર બેસી ગયા

0

ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત સિધ્ધી સીમેન્ટ કંપની સરકારના પરીપત્રની અવગણના કરી લોકડાઉન સમયે છુટા કરેલ કોન્ટ્રાકટના ૨૦ કર્મચારીઓને પરત લેતી ન હોય અને પગાર પણ ચુકવતી નથી. જેના વિરોધમાં ભારતીય મઝદુર સંઘના નેજા હેઠળ છુટા કરાયેલ ૨૦ કર્મીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે કંપનીના ગેઈટ બહાર ધરણા ઉપર બેસી ગયા છે. આ અંગે ગીર સોમનાથ જીલ્લા બીએમએસના રામપાલ સોનીના જણાવ્યા મુજબ લોકડાઉનમાં કોઇપણ કંપનીએ કામદારોને છુટા ન કરવા અને પગાર ન રોકવા માટેનો પરીપત્ર ગીર સોમનાથ જીલ્લા કલેટરે તા.૩ એપ્રીલના રોજ બહાર પાડેલ હતો. જેને અવગણી સિધ્ધી સીમેન્ટ કંપનીએ ૨૦ વર્ષથી કંપનીમાં કામ કરતા ૨૦ જેટલા કામદારોને છુટા કરી દીધા હતા. જે અંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર, લેબર કમીશ્નર-રાજકોટ અને અમદાવાદ ખાતે ફરીયાદ કરવામાં આવી હતી. ચીફ લેબર કમીશ્નર સમક્ષ કંપનીના અધિકારી પંકજ વાજા જણાવતા હતા કે, અમો ૯૯.૯૮ ટકા કામદારોને નોકરી ઉપર લઇ લેશું અને પગાર ચુકવી આપશું. આમ સરકારી અધિકારી સમક્ષ હા પાડે પરંતુ કંપની સ્થાનીક કક્ષાએ કોઇ ર્નિણય લેતી નથી અને જવાબ પણ આપતી નથી. વધુમાં સિધ્ધી કંપનીએ આ ૨૦ કામદારોને આજ દિવસ સુધી નોકરી ઉપર લીધેલ ન હોય અને પગાર પણ ચુકવતી નથી. જેથી કામદારોને નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે. જેમાં બે દિવસ પૂર્વે કંપનીના ગેઇટ ઉપર ધરણાનો કાર્યક્રમ આપેલ હતો. ગઈકાલે નોકરી ઉપર પરત લેવા અને પગાર ચુકવી આપવાની માંગણી સાથે કંપનીના ગેઇટ સામે ૨૦ કામદારો ધરણા ઉપર બેસી ગયા છે. આ અંગેની જાણ મુખ્યામંત્રી, લેબર કમીશ્નર, કલેકટર સહિતનાને લેખીત રજુઆતથી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!