દીવથી પરત આવી રહેલા ૧૭૦ પ્રવાસી પીધેલા પકડાયા

0

નાતાલ અને થર્ટીફર્સ્ટની દીવમાં ઉજવણી દરમ્યાન ગીર-સોમનાથ જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી પીઆઈ વિજયસિંહ ચૌધરી, પીએસઆઇ રાજ્યગુરૂ અને સ્ટાફે નાળિયામાંડવી નજીકના ઢુરા પાસે તથા દેલવાડા ચોકડી પાસે વોચ ગોઠવી વાહનોમાં આવતા તમામ લોકોનાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. તા,૨૫ થી ૩૧ ડીસેમ્બર,૨૦૨૦ દરમ્યાન ૧૭૦ લોકોને કેફી પીણું પીધેલી હાલતમાં પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કર્યો હતો. જ્યારે નવાબંદર મરીન પોલીસ દ્વારા ૧૦ કેસ અને ગીર ગઢડા પોલીસે કેફી પીણાંનો એક કેસ કર્યો હતો.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews