ખંભાળિયા નજીક ટ્રકની બોલેરો મિલ્ક વાન સાથે ટક્કર : બેનાં મોત

0

ખંભાળીયા- જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે બારેક કિલોમિટર દૂર આરાધનાધામ નજીક આજે સવારે દૂધ ભરેલા બોલેરો વાહન સાથે આ માર્ગ ઉપર રહેલા એક ટ્રકનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં દૂધ ભરેલા બોલેરો વાહનના આગળના મોહરાના ભાગનોબુકડો બોલી ગયો હતો. જેના કારણે બોલેરોના ચાલક એવા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના રહીશ એવા નીલકંઠભાઈ મહેશભાઇ મકવાણા નામના ૨૨ વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યું નીપજયું હતું. જ્યારે બોલેરોમાં તેમની સાથે જઈ રહેલા રાજકોટના પરેશભાઈ નામના એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાતા માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews