પૃથ્વી ઉપર એલિયન્સ આવેલ હોવાની ચર્ચા અમદાવાદમાં મોનોલિથ (સ્તંભ) જાેવા મળતાં લોકોમાં ભારે કુતુહલ સર્જાયું

0

દુનિયાના ૩૦ અલગ અલગ સ્થળોએ જાેવા મળ્યા બાદ હશે મોનોલિથ ભારતમાં અને એ પણ અમદાવાદમાં જાેવા મળતા લોકોમાં ભારે કૂતુહલ જાેવા મળી રહ્યું છે. નવા વર્ષ ર૦ર૧ની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં થલતેજ વિસ્તારના સિમ્ફની ગાર્ડનમાં એક ચમકતા સ્તંભે (મોનોલિથ) ભારે આશ્ચર્ય સજર્યું છે. લોકો માટે આ એક રહસ્યમયી બાબતની છે. કેમ કે આ સ્તંભ કયાંથી આવ્યો ? કયારે આવ્યો ? કોણ મૂકી ગયું તેના વિશે કોઈને કોઈ જ માહિતી નથી આ વાત ફેલાતા જ લોકો મોનોલિથ સાથે ફોટા પડાવવા ઉમટી પડયા હતાં. મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે જે એક સ્ટીલનું સ્ટ્રકચર છે. આ મોનોલિથ બેથી ત્રણ દિવસ પહેલા અહીં કોઈ મૂકી ગયાનું જાણવા મળ્યું છે. આવા મોનોલિથ વિશ્વના ૩૦ દેશમાં દેખાયા છે પરંતુ તે કોઈ મુકી ગયા છે તેની કોઈ જ માહિતી હજુ સુધી મળી નથી. અમેરિકામાં મહિના પહેલા આવું મોનોલિથ દેખાયું હતું. જે બાદમાં તે અચાનક ગાયબ થઈ ગયું હતું. એલિયન્સ દ્વારા મૂકી જવાતા મનાતા અને દુનિયાભરમાં ૩૦ દેશોમાં વિવિધ જગ્યાઓ ઉપર જાેવા મળેલો મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં દેખાતા હાહાકાર મચી ગયો છે અને થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રકચર જાેવા મળતા ઉત્તેજના છવાઈ ગઈ છે આ વસ્તુ એલિયન મૂકી ગયાની વાતથી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અનેક અટકળો વહેતી થઈ છે આ મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. જે એક સ્ટિલનું સ્ટ્રકચર છે. આ સ્ટ્રકચર કયાંથી આવ્યું અને કોણે ઉભુ કર્યું તેની કોઈની પાસે કોઈ જ જાણકારી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews