જૂનાગઢ શહેર-જીલ્લામાં પોલીસની થર્ટી ફર્સ્ટની ડ્રાઈવ : ૬૯ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી

0

જૂનાગઢ રેન્જ આઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તેમજ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન અને સૂચના અંતર્ગત જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે થર્ટી ફર્સ્ટનાં દિવસે ચૂસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કયાંય પણ સુલેહ-શાંતીનો ભંગ ન થાય, આવારગીરી કરનારા તત્વો બેફામ ન બને તેમજ નવા વર્ષની ઉજવણીનાં બહાના હેઠળ પાર્ટી પ્લોટોનાં ભભકા અને છાકટા વેડા ન થાય અને શાંતીનો માહોલ રહે તે માટે પોલીસે સવારથી જ જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો તેમજ એટલું જ નહી ચેકપોસ્ટો ઉપર સઘન ચેકીંગ કરવામાં આવ્યું અને પીધેલા તેમજ દારૂ પ્રકરણ વગેરે મળી વિવિધ ગુનોઓ પણ દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેર પોલીસ તંત્ર, વિવિધ ડિવીઝન, તાલુકા પોલીસ, એસઓજી, એલસીબી તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. ૩૧ મી ડિસેમ્બર અનુસંધાને સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ અને બુટલેગરોને ચેક કરવાની કાર્યવાહી દરમ્યાન ગત રાત્રી દરમ્યાન કુલ ૭ આરોપીઓને કેફી પીનું પીને વાહન ચલાવતા પકડી પાડવામાં આવેલ,
૫ ઈસમો વિરૂદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલ હતી, દેશી-વિદેશી દારૂના કુલ ૬૯ કેસો કરવામાં આવેલ હતા જેમાં ૩૯ વ્યક્તિઓને પીધેલા પકડી પાડવામાં આવેલ હતા. દેશી દારૂ લી. ૧૧૩ કિંમત રૂા., રર૬૦/- આથો લી. ૨૦૦ કિંમત
રૂા. ૪૦૦ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ૧૩૪, બિયર ટીન ૪ કુલ કિંમત રૂા. ૫૩,૫૫૦/- નો મુદ્દામાલ પકડી પાડી, કુલ ૬૯ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત ૨૯ જેટલા બુટલેગરોને ચેક પણ કરવામાં આવેલ હતા. પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બર અનુસંધાને કરવામાં આવેલ સઘન કાર્યવાહી દરમ્યાન અસંખ્ય ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવતા તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલ ન હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews