વેરાવળમાંથી ઘરફોડી કરતી ગેંગને ઝડપી લઇ ત્રણ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો

0

વેરાવળમાં શિયાળાનો લાભ લઇ ચોરીની ઘટનાઓને અંજામ આપતી પાંચ શખ્સોની ગેંગને બાતમીના આધારે પોલીસે ઝડપી લઇ ત્રણ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલેલ છે. ઘરફોડી કરતી ગેંગ પાસેથી રોકડ તથા ચીજવસ્તુઓનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઇ ઘરફોડ અને દુકાનોને નિશાન બનાવી તસ્કરો વેરાવળમાં સક્રીય થયા હતા. બે દિવસ પૂર્વે શહેરની મુખ્ય બજારમાં ચાર દુકાનો તથા એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી. તસ્કરોને ઝડપી લેવા એએસપી ઓમપ્રકાશ જાટની સુચનાથી રાત્રીના સમયે પેટ્રોલીંગ વધારવામાં આવેલ હતું. દરમ્યાન મળેલ બાતમીના આધારે ડી સ્ટાફના દેવદાનભાઇ, નટુભા બસીયા, વજુભાઇ, પ્રવિણભાઇ, લક્ષ્મીબેન સહિતનાએ મનોજ ઉર્ફે કાળો નાગ બટુક વાઘેલા, કાન્તા મનોજ વાઘેલા, રાહુલ ઉર્ફે પેપડી વાઘેલા, મનોજ ઉર્ફે મેહુલ ધુધા સોલંકી, સની મનસુખ મકવાણા (તમામ રહે.ભાલકા મંદિરની બાજુમાં ઝુપડામાં વેરાવળવાળા)ને ઝડપી લીધા હતા. આ પાંચેય તસ્કરો પાસેથી ટેબલ પંખો, ટોપીઓ નંગ ૨૫, ચશ્મા નંગ-૬૦, રેકઝીનના પટ્ટાઓ નંગ-૧૩, કાપડના મફલર નંગ-૧૮, ચાંદીની બંગડી નંગ-૨, ચાંદીનો કંદોરો, ચાંદીની વીંટી નંગ-૨, ચાંદીના સાંકળા નંગ-૨ તથા રોકડા રૂા.૫ હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. તસ્કર ગેંગની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા શહેરમાં ત્રણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ ત્રણેય ચોરીની ઘટનાની ફરીયાદ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેનો ભેદ ઉકેલાયો હોવાનું પીઆઇ ડી.ડી.પરમારે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews