થર્ટી ફર્સ્ટને લઇ સંઘ પ્રદેશ દિવની બોર્ડરથી જાેડાયેલા ગીર સોમનાથ જીલ્લામાં પોલીસે નશો કરતા રખડતા શખ્સો દારૂની બદીને અટકાવવા વાહન ચેકીંગ-પેટ્રોલીંગની ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં દેશી-વિદેશી દારૂના ૬૩ જેટલા કેસો કરી નશો કરેલા ૨૩૫ લોકોને ઝડપવાની સાથે કુલ ૩૪૧ લોકો સામે જુદા-જુદા નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરી છે. સંઘ પ્રદેશ દિવની બોર્ડર સાથે જાેડાયેલા ગીર સોમનાથ જીલ્લામાં કોરોના મહામારીના સમયમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સબબ લોકો એકત્ર ન થાય અને દિવમાંથી નશો કરી વાહન ચલાવી અકસ્માત ન સર્જે તે માટે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીની સુચનાથી એએસપી ઓમપ્રકાશ જાટે ખાસ આયોજન કરી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓને ખાસ ડ્રાઇવ ચલાવવા આદેશ કર્યો હતો જેમાં જીલ્લામાં હાઇવે ઉપર વાહન ચેકીંગ, દેશી-વિદેશી દારૂના સ્થળોએ ખાસ ચેકીંગ, ફાર્મ હાઉસ-વાડીઓમાં સઘન ચેકીંગ કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવા સુચના આપી હતી. તે અંર્તગત જીલ્લામાં તા. ૩૧-૧ર-ર૦ર૦ના રોજ સઘન ચેકીંગ-પેટ્રોલીંગ દરમ્યાન કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે એલસીબીના પીએસઆઇ કે.જે.ચૌહાણે જણાવેલ કે, ખાસ ડ્રાઇવ દરમ્યાન દેશી-વિદેશી દારૂના કુલ ૬૩ કેસો કરવામાં આવેલ છે. નશો કરી વાહન ચલાવતા ૪૧ લોકોને પકડી લેવામાં આવેલ હતા. જીલ્લામાંથી નશો કરેલી હાલતમાં ૨૩૫ લોકોને ઝડપી લેવાયા હતા. આમ, થર્ટી ફર્સ્ટની ડ્રાઇવ અંર્તગત જીલ્લામાં કુલ ૩૪૧ લોકો સામે જુદા-જુદા નિયમો ભંગ બદલ ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષોની થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને રાખી ચાલુ વર્ષે ગીર સોમનાથ પોલીસે કરેલ સઘન ચેકીંગ-પેટ્રોલીંગ કાર્યવાહીના કારણે જીલ્લામાં ઉનાથી વેરાવળના હાઇવે ઉપર એક પણ મોટો વાહન અકસ્માતનો બનાવ બનેલ નથી તેમજ જિલ્લામાં કયાંય અનિચ્છનીય બનાવ પણ બનેલ નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews