ગુજરાત સરકાર ખોટ ખાતી એસ.ટી.ની વ્હારે ફરી એકવાર આવી છે. એસ.ટી. નિગમની બસોની વારેઘડિયે ઊઠતી ફરિયાદો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ.ટી.ની નવી ૧૦૦૦ બસો ખરીદીને મુસાફરોની સેવામાં મૂકવાની જાહેરાત કરી છે, જેમાં પ૦ ઈલેક્ટ્રિક બસનો પણ સમાવેશ કરવામાં આવનાર છે. આ ૧૦૦૦ બસ આગામી જૂન મહિનાથી રાજ્યના મુસાફરોની સેવામાં કાર્યરત થઈ જશે. આ નવી ૧૦૦૦ બસ અદ્યતન ટેકનોલોજી મ્જી-૬થી સજ્જ હશે જેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે. મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તલોદ, સિદ્ધપુર, અંકલેશ્વર, ચુડા અને દિયોદરમાં કુલ રૂા.૧ર.૮૯ કરોડના ખર્ચે નવનિર્મિત પાંચ બસ મથકો, ઊનામાં રૂા.ર.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપના ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ લોકાર્પણ સાથોસાથ રાજ્યમાં ૧૦ સ્થળો વસઈ, કોટડાસાંગાણી, ભાણવડ, મહુવા, તુલસીશ્યામ, ધાનપુર, કેવડિયા કોલોની, સરા, કલ્યાણપુર અને ટંકારા ખાતે કુલ રૂા.૧૮.૪૧ કરોડના ખર્ચે નિર્માણ થનારા નવિન બસ મથકોની ઈ- ખાતમૂર્હત વિધિ પણ સંપન્ન કરી હતી. એસ.ટી સેવાઓનો હેતુ નુકસાની વેઠીને પણ રાજ્યના સામાન્ય માનવી, ગામડાના દૂર- દરાજના વ્યક્તિને સારી-સસ્તી પરિવહન સેવા આપવાનો છે. તેમણે કહ્યું કે, ગુજરાત એસ.ટી. નિગમ રોજની ૪પ હજારથી વધુ ટ્રિપના સંચાલનમાંથી ૩૦ હજાર ગામોમાં કરવામાં આવે છે અને દરેક ગામને ઓછામાં ઓછી રોજની બે ટ્રિપ મળે તેવું આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે, આ સરકારે એસ.ટી.ની સેવાઓમાં પણ સમયાનુકૂલ પરિવર્તન લાવીને પેસેન્જર સેન્ટ્રીક બનાવી છે. એસ.ટી. બસોમાં વોલ્વો, સ્લીપર કોચ, મિની બસ તેમજ ચોક્કસ સમયપત્રક મુજબ સંચાલન માટે ય્ઁજી સિસ્ટમ પણ એસ.ટી બસોમાં કાર્યરત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews