રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. લોકો હાડ થીજવતી ઠંડીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આગામી એક-બે દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોની દિશા બદલાતા આગામી દિવસોમાં રાજ્યમાં શીતલહેરની અસર ઓછી થશે. શુક્રવારના રોજ અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો જાેવા મળ્યો હતો. જેને પગલે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. વળી આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જાેવા મળે તેવી શક્યતા છે જેને પગલે ઉત્તર ગુજરાતમાં માવઠું પણ થઈ શકે છે.
બીજી તરફ શિયાળામાં તાપમાનની સતત વધઘટને જાેતા કાતિલ ઠંડીના ચમકારા વચ્ચે સાવચેતી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહયા છે. સંભવીત માવઠાની આગાહીથી ધરતીપુત્રમાં પણ ચિંતાનો માહોલ પ્રસર્યો છે. આગામી તા. ૪ જાન્યુ. સુધીમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews