મકરસંક્રાંતિ પછી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવાની થશે જાહેરાત

0

ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગની તડામાર તૈયારીઓ વચ્ચે ઉત્તરાયણ પછીના સપ્તાહમાં ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરે તેવી વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. આ ચૂંટણી માટે પ્રાથમિક મતદારયાદી જાહેર કરવા સાથે નવા મતદાન મથકોની યાદી તૈયાર કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું મોટાભાગે ઉત્તરાયણ બાદ તરત જ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ૧૮ જાન્યુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ જાહેરનામુ બહાર પાડી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી હોવાનું ચૂંટણી પંચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!