જેતપુર ડાંઈગના કેમીકલથી નદીઓ પ્રદુષિત થતી હોવાનાં વિરોધમાં આગામી તા.૭ જાન્યુઆરીએ નદીઓનું કરાશે પૂજન

0

જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જીલ્લાનાં ગામોમાંથી પસાર થતી ભાદર, ઓઝત અને ઉબેણ નદીમાં જેતપુર ડાઈંગનું કેમીકલ યુકત પાણી ભેળવવામાં આવી રહયું છે. પરીણામે નદી કાંઠાના કુવા, બોરનું પાણી પ્રદુષિત થઈ ગયું છે. આવા પ્રદુષિત પાણીથી માનવીને ચામડીના રોગ થાય છે. પશુઓ ગર્ભ ધારણ કરી શકતા નથી. પાણીને શુધ્ધ કરતા જીવજંતુ અને માછલીઓ મૃત્યુ પામે છે. લાખો એકર જમીન બરબાદ થતા ખેતી થઈ શકતી નથી. પરિણામે ખેડુતો પણ બરબાદ થયા છે. ત્યારે આ મામલે અગાઉ અનેક રજુઆત કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ગંભીર પ્રશ્ને કરાતા આંખ મિચામણા અને ઢીલી નિતીના કારણે આ સમસ્યા વધુ વિકરાળ બની છે. ત્યારે હવે નદી બચાવો અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના કન્વીનર અતુલ શેખડાએ જણાવ્યું હતું કે, ૭ જાન્યુઆરીએ સવારે ૧૦ કલાકે નદી બચાવો અભિયાનનો ગામે ગામ પ્રારંભ કરાશે.
ઓઝત, ઉબેણ અને ભાદર નદીના કાંઠાના ગામોમાં ખેડુતો તેમજ મહિલાઓ, બાળકો સહિત તમામ ગ્રામજનો નદી કિનારે એકઠા થશે. બાદમાં સ્થાનિક સંતો- મહંતોની ઉપસ્થિતિમાં ભૂદેવોના મુખેથી ઉચ્ચારાતા વેદોકત મંત્રોચાર સાથે નદીઓનું પૂજન કરવામાં આવશે. બાદમાં હાથમાં પાણી લઈ નદી બચાવવાના શપથ લેવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!