જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮ નાં કોર્પોરેટર વિજય વોરાનું નિધન

જૂનાગઢ મહનગરપાલિકાના વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર વિજયભાઈ વોરાનું અવસાન થયું છે. તેમને કિડની ડેમજ થતાં લીવર ઉપર સોજાે આવી ગયો હોય રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિશા શ્રીમાળી દેરાવાસી જૈન સમાજના વિજયભાઈ વોરાના અવસાનથી જૈન સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. વિજયભાઈ વોરા છેલ્લા ૬ ટર્મથી સતત ચૂંટાતા આવતા હતા. નગરપાલિકા વખતે તેઓ અપક્ષ તરીકે સતત ર ટર્મ ચૂંટાયા હતા. જયારે કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ કોંગ્રેસ, ભાજપ અને છેલ્લે એનસીપીમાંથી ચૂંટાઈઆવ્યા હતાં. વિજયભાઈ વોરા તેમની પાછળ પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે. દરમ્યાન આજે સવારના ૭ થી ૮ સુધી તેમના નશ્વર દેહને તેમના નિવાસસ્થાન જય એપાર્ટમેન્ટ, દેવવાડી, જૂનાગઢ ખાતે લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નિકળી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!