જૂનાગઢ : વ્હિસલ બ્લોઅર તરીકે ગેરકાયદે બાંધકામો અને ભ્રષ્ટાચાર મુદ્દે અનેક ફરીયાદો કરનારે પોલીસ રક્ષણ માંગ્યું

0

ગેરકાયદેસર બાંધકામો સામે તેમજ ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ ફરિયાદ કરનાર જૂનાગઢના એક જાગૃત નાગરિકે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા સહિતના સ્થાનિક પોલીસ અધિકારીને સંબોધી એક પત્ર પાઠવ્યો છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા સામે તેમણે કરેલા અરજ અહેવાલનો ખાર રાખી તેમના જીવનું જાેખમ ઉભું થવા બાબતે પોલીસ રક્ષણની માંગ કરી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મેદાને પડનાર જીગ્નેશ પંડ્યા દ્વારા પોતાના પત્રમાં વિસ્તૃતમાં જણાવ્યું હતું કે, લાંબા સમયથી તેઓ ભ્રષ્ટાચાર તેમજ ગેરકાયદેસર બાંધકામ સામે લડત ચલાવતા હોય જેમાં આજ દિવસ સુધી એકપણ વ્યક્તિ સાથે તેમણે ક્યારેય કોઈપણ પ્રકારના આર્થિક લાભ લઈને કે અન્ય દબાણને વશ થઈને સમાધાન કરેલ નથી જેના પરિણામ સ્વરૂપે આવા તમામ લોકો ભેગા થઇ અને તેમના ઉપર જીવલેણ હુમલો કરે અથવા તો આકસ્મિક રીતે અકસ્માત લાગે તેવી રીતે તેમનું મૃત્યુ થાય તેવી પરિસ્થિતીનું સર્જન કરે તેવી દહેશત તેમને જણાતી હોય તેમને આ અરજી કરવાની ફરજ પડેલ છે. તેમણે પોતાની રજૂઆત ઉમેર્યું હતું કે, જૂનાગઢમાં નહેરૂ પાર્ક સ્થિત ગેરકાયદેસર બાંધકામ કરનાર જયચંદ્ર રતનપરા, સુનિલ પટેલ નામના ડોક્ટરો વિરૂધ્ધ તેમજ અન્ય ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્ધ અરજ અહેવાલ કરેલ હોય પરિણામે મહાનગરપાલિકાના જવાબદારો આવા લોકો ઉપર કાર્યવાહી કરવાને બદલે છાવરી રહ્યા હોય તેમજ તાજેતરમાં આવા લોકોને છાવરવા બદલ જૂનાગઢ મહાનગરપાલિકાના દબાણ અધિકારી ભરત ડોડીયા, કમિશ્નર તુષાર સુમેરા વિરૂધ્ધ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે. ગેરકાયદેસર નાયબ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બઢતી મેળવવાની પ્રક્રિયા કરનાર હાલના આસિસ્ટન્ટ કમિશ્નર જયેશ વાજા વિરૂધ્ધ પણ તેમણે તેમની ગેરકાયદેસર ભરતી બાબતે અરજ અહેવાલ કરેલ હોય તેવા સંજાેગોમાં તેમને પ્રાપ્ત માહિતી અનુસાર જયેશ વાજા દ્વારા અમો ઉપર ગમે ત્યારે હુમલો અથવા તો અમારો અકસ્માત કરાવે તેવી પૂર્ણ સંભાવના હોય તેવા સંજાેગોમાં જાે અમોને કંઈ પણ થાય અથવા તો આકસ્મિક મૃત્યુ થાય તો તે માટે જૂનાગઢના કમિશ્નર તુષાર સુમેરા, આસિસ્ટન્ટ કમિશ્નર જયેશ વાજા, દબાણ અધિકારી ભરત ડોડીયા તેમજ નેહરૂપાર્ક વિસ્તારના જયચંદ્ર રતનપરા, સુનિલ પટેલ તથા અમોએ જેમની પણ વિરૂધ્ધ અરજી કરેલ છે તેમાંથી કોઈપણ જવાબદાર રહેશે. આ ઉપરાંત તેમણે રહેણાંકની આસપાસ તાત્કાલિક અસરથી સીસીટીવી ગોઠવવા તથા તાત્કાલિક પોલીસ રક્ષણ આપવા માંગણી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!