જગવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી (અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ તા. ર-૧-ર૦ર૧ના રોજ સતશાસ્ત્ર શણગાર અંતર્ગત સવારે ૭ કલાકે દાદાની ભવ્ય આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ૧૮ પુરાણ, ૧૦૮ શાસ્ત્ર, ૪ વેદ, ૧૦ ઉપનિષદ એવમ્ આયુર્વેદશાસ્ત્ર વગેરે ધરાવવામાં આવેલ તેમજ શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર કરવામાં આવેલ જેમાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આપણા શાસ્ત્ર હિન્દુ સનાતન સંસ્કૃતિની આધારશિલા છે, હિન્દુ વૈદિક શાસ્ત્ર જ આપણી જીવનશૈલી છે અને આજ શાસ્ત્રના આધારે આપણું જીવન શાંતિમય, સુખમય બની શકે છે. આવો, શાસ્ત્રમાં જે પણ કહેલ છે તેને ગ્રહણ કરીએ અને આપણું જીવન દિવ્ય અને ભવ્ય બનાવીએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews