વાહન ચોરીનાં ગુન્હામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટી દ્વારા સૂચના અપાઈ હતી. બાદમાં એલસીબી ટીમે સઘન ચેકીંગ ધર્યુ હતું. દરમ્યાન એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, વાયરલેસ પીએસઆઈ ડી.એમ.જલુ અને સ્ટાફે થર્ટી ફર્સ્ટને લઈ જીઆઈડીસીમાં ચેકીંગમાં હતાં. દરમ્યાન બાતમી મળી કે, અગાઉ મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલ શખ્સ દોલતપરામાં છે અને તેની પાસે ચોરાઉ મોટર સાયકલ પણ છે. બાદમાં દોલતપરામાં કિરીટનગરમાં રહેણાંક મકાને જતા પોલીસને જાેઈ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ બગીયાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, અગાઉથી જ સતર્ક પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલ જીજે-૧૧-એએલ-૩૪૮ર નંબરનું મોટર સાયકલનાં ડોકયુમેન્ટ માંગતા મોટર સાયકલની ઉઠાંતરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપીએ ૮ બાઈકની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું જેમાંથી ૭ બાઈક કબજે કર્યા છે. જયારે એક મોટર સાયકલ ઉપલેટા પોલીસ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચોરાઉ ૭ મોટર સાયકલ, મોબાઈલ મળી કુલ ૧,પ૩,પ૦૦નો મુદામાલ કબજે કર્યો છે. આરોપી દિવસ દરમ્યાન ભીડભાડવાળી જગ્યામાંથી વાહનો ઉઠાવી જૂનાગઢ, ધોરાજી લાવી વેંચી દેતો હતો.આ શખ્સ વિરૂધ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews