જૂનાગઢ ખાતે ગઈકાલે લઘુતમ તાપમાન ૧૦.૩ ડીગ્રી રહયા બાદ આજે ૪.૭ ડીગ્રી ઉપર ચડીને ૧પ ડીગ્રી તાપમાન થયું છે. અને ગિરનાર ઉપર ૧૦ ડીગ્રી તાપમાન છે.જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં ઠંડી કાતિલ પડી રહી છે. અતિશય ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાસ કરીને નાના બાળકો તેમજ વયોવૃધ્ધ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. દરમ્યાન આજથી ૪ તારીખ સુધીમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. આ દરમ્યાન જૂનાગઢ અને સોરઠ પંથકમાં તાપમાન ૯ થી ૧૦ ડિગ્રી દરરોજ રહેતું હોવાને કારણે લોકો મોડે સુધી ઘરની બહાર નિકળવાનું પસંદ કરતાં નથી. રાત્રીનાં રસ્તાઓ પણ સુમસામ બની જતા હોય છે. દરમ્યાન અતિશય ઠંડી લાગવાને કારણે એક આધેડનું મૃત્યુ થયાનો બનાવ બનવા પામેલ છે. જૂનાગઢ તાલુકાનાં આંબલીયા ગામે રહેતા અશોકભાઈ વલ્લભભાઈ ટાંક (ઉ.વ.પ૦) વાડીએ પાણી વાળતા હતાં ત્યારે ઠંડી લાગી જતાં તેનું મૃત્યુ થયું છે. જૂનાગઢ તાલુકા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews