જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવેલ છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોની કામ કરતા સિનિયર સીટીઝન વેપારીને બે ટપોરીઓ દ્વારા સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી, હનીટ્રેપમાં ફસાવી, રોકડ રકમ, ચાંદીની ચેઇન, મોબાઈલ, વિગેરે વસ્તુઓ બળજબરીથી કઢાવી, બ્લેકમેઈલ કરી, મોબાઈલ ફોન ઉપર વધારે રૂા. ૫૦,૦૦૦ ની ખંડણી માંગતા હોઈ, આબરૂ જવાની બીકનાં કારણે સિનિયર સિટીઝન દ્વારા કોઈને વાત કરેલ નહિ. પણ આ બંને ટપોરી દ્વારા રૂપિયાની ઉઘરાણી માટે ત્રાસ આપવા લાગતા, સિનિયર સિટીઝન મૂંઝાતા, ઘરના સભ્યોને વાત કરતા, ઘરના સભ્યોએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને સમસ્યા અંગે રજુઆત કરી, આબરૂ જવાની બીકે ફરિયાદ કરવા માંગતા ન હોઈ, લુખ્ખાઓના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કાછોટ તથા સ્ટાફના માલદેભાઈ, વલ્લભભાઈ, મોહસીનભાઈ, સંજયભાઈ, વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ, જીલુભાઈ, હેડ.કોન્સ. કે.એમ. દાફડા, પોલીસ કોન્સ. નિલેશભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક સઘન તપાસ હાથ ધરી, માહિતી મેળવી તેમને મળેલ બાતમીને આધારે સિનિયર સિટીઝનને હનીટ્રેપમાં ફસાવનાર આરોપીઓ સોહીલ જમાલ શેખ (ઉ.વ. ૨૪ રહે. લંઘાવાડા, જુનાગઢ) અને સરફરાજ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી (ઉ.વ. ૩૦ રહે. બ્લોચ વાડા, જૂનાગઢ) ને ગણતરીની કલાકોમાં પકડી પાડી, સિનિયર સીટીઝનની તમામ વસ્તુ મેળવી, પરત કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા પકડાયેલ બંને આરોપીઓને પોલીસની ભાષામાં સમજાવી દેતા, આરોપીઓએ પોતાની ભૂલ કબૂલ કરી, હવે પછી ક્યારેય સિનિયર સિટીઝનને કોઈ હેરાનગતિ નહિ કરવાની ખાત્રી આપી, રૂબરૂમાં માફી પણ મંગાવી હતી. સિનિયર સિટીઝનને પણ જૂનાગઢ પોલીસ દ્વારા ભવિષ્યમાં ખોટા પ્રલોભનમાં નહિ આવવા અને આબરૂનો ખ્યાલ અને તકેદારી રાખવા સલાહ પણ આપવામાં આવેલ હતી. સિનિયર સિટીઝનના આખા કુટુંબ દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા લુખ્ખાઓના ત્રાસમાંથી છોડાવવા બદલ આભાર માનવામાં આવેલ હતો. પકડાયેલ આરોપીઓની જૂનાગઢ પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરતા, બંને આરોપીઓ ભૂતકાળમાં મારામારી, સહિતના અનેક ગુન્હાઓમાં પકડાયેલ હોઈ, પીએસઆઈ જે.એચ.કછોટ દ્વારા બને આરોપીઓની ધરપકડ કરી, સરકાર તરફે ફરિયાદી બની, ક્રિમીનલ પ્રોસિજર કોડ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews