શ્રી ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે સંત સંમેલન યોજાયું

0

જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગઈકાલે સંત સંમેલન યોજવામાં આવેલ હતું. શ્રી રામજન્મભૂમિ નિધી સમર્પણ સમિતી દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું. સંતો-મહંતો – અખાડાના થાનાપતિઓ, પુષ્ટીમાર્ગીય હવેલી સંપ્રદાયના બાવાશ્રી તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો, જૈન સમાજનાં સંતો ઉપસ્થિત રહયા હતાં. શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામમંદિરનાં ભવ્ય નિર્માણ માટેનાં આયોજન અંગે મંદિર નિર્માણ સંબંધિત વિસ્તૃત જાણકારી અને માહિતી આપવા તેમજ હિંદુ સમાજ પાસેથી નિધી એકત્રીત કરવા માટે અને લોકો ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપે તે માટે સંત સંમેલન યોજાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews