વેરાવળમાં થાંભલા ઉપરથી ટ્રાન્સફોર્મર અને એંગલની ચોરી થઇ

0

વેરાવળમાં આદીત્ય બીરલા સ્કૂલ પાસેથી જાહેર રોડ ઉપરના થાંભલા ઉપર લાગેલ ટીસી તથા લોખંડના એંગલના મુદામાલની કોઇ તસ્કર ચોરી કરી ગયા છે. આ અંગે રૂા.૪૧ હજારના વીજ ઉપકરણ ચોરી થયા અંગે વીજ અધિકારીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં ટાવર ફીડર હેઠળ આવેલ આદીત્ય બીરલા પબ્લીક સ્કૂલ જાહેર રોડ ઉપરની વિજ લાઇન જૂની થયેલ હોવાથી સટડાઉન દરમ્યાન મેન્ટેનેન્સનું કામ કરવા માટે ૧૬ કેવી ટ્રાન્સફોર્મર (ટીસી) ડીસકનેકશન કરી કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં મોડુ થયેલ હોવાથી આ ટ્રાન્સફોર્મરનું કનેકશન બાજુના બીજા ટ્રાન્સફોર્મરમાં આપી સ્ટાફ રવાના થઇ ગયેલ હતો. બીજા દિવસે સવારે ડીસ કનેકશન કરાયેલ ટ્રાન્ર્‌ફોર્મર ઉતારવા ગયેલ ત્યારે થાંભલા ઉપરથી ૧૬ કેવીનું ટ્રાન્સફોર્મર તથા લોખંડના બે એંગલ ગુમ હતા. જે અંગે સ્ટાફે ત્યાં તપાસ કરતા કંઇ જાણવા મળેલ ન હતુ. જેથી પીજીવીસીએલના ઇજનેર ઝાલાએ રૂા.૪૦ હજારનું ટીસી તથા રૂા.૧,પ૦૦ના એંગલ મળી કુલ રૂા.૪૧,પ૦૦ના વીજકરણના મુદામાલની ચોરી થઇ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews