કેશોદના અજાબમાં માનસિક તકલીફને લીધે ઝેર પી આધેડનો આપઘાત

0

કેશોદના અજાબ ગામે રહેતાં જમનભાઇ લાધાભાઇ ચાંગેલા (ઉ.વ.૫૫)એ તા.૧૬/૧૨ના રોજ ઘરે ઝેરી દવા પી લેતાં કેશોદ, જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં અને હોટેલ ચલાવતાં હતાં. સ્વજનોના કહેવા મુજબ માનસિક તકલીફ જેવું હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!