જૂનાગઢમાં માસ્ક પહેર્યા વગર નિકળી પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર સામે ગુનો નોંધાવ્યો

0

કોરોના મહામારીનાં સમયકાળ દરમ્યાન માસ્ક પહેર્યા વગર નિકળતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમા નજીકનાં રોડ ઉપર પોલીસની કાર્યવાહી સામે રૂકાવટ કરવા અંગેેની ફરીયાદ નોંધાઈ છે. શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ એ.બી.દેસાઈ દ્વારા આનંદપદમનાથ પારેખ જૈન વાણીયા (ઉ.વ.ર૧) સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપી માસ્ક વગર મોટર સાયકલ ડયુટ હોન્ડા લઈને નિકળતા તેને માસ્ક અંગે દંડ ભરવાનું કહેતા ઈન્કાર કરેલ અને પોલીસની ગરીમાને હાની પહોંચાડે તેવું વર્તન કરેલ તેમજ હું તને જાેઈ લઈશ તું કોણ છે અને તને કોર્ટમાં ઢસડી જાેઈશ અને પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બી-ડીવીઝન પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews