કોરોના મહામારીને લઇ ગીર સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાશે મળેલ સત્તાની રૂએ એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ના નિયમ-૧૨ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં કોઇપણ શહેર, તાલુકાના સ્થળે લગ્ન કે સત્કાર સમારંભ જેવી કોઇપણ ઉજવણીઓ સંદર્ભે સરકારના કોવિડ-૧૯ અંગેની ગાઈડ લાઈન માર્ગદર્શિકાઓનું પાલન કરવાની શરતે ખુલ્લા તથા બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ પરંતુ મહતમ ૧૦૦ વ્યકિતઓની મર્યાદામાં સમારોહ-પ્રસંગોનું આયોજન કરી શકાશે. મૃત્યુંના કિસ્સામાં અંતિમક્રિયા કે ધાર્મિકવિધીના કિસ્સામાં મહતમ ૫૦ વ્યકિતઓ જાેડાઈ શકશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ નોધવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા. ૩૧/૧/૨૦૨૧ સુધી ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews