સોમનાથ-કોડીનાર વચ્ચે નવી રેલ્વે લાઇનના પ્રોજેકટ મુદે મળેલ બેઠક અનિર્ણીત રહી

0

વેરાવળ-કોડીનાર વચ્ચે નવી રેલ્વે લાઇન નાંખવાના પ્રોજેકટના લીધે સર્જાયેલ વિવાદના નિવેડા માટે ગીર સોમનાથ જીલ્લા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં રેલ અધિકારીઓ અને ખેડુત આગેવાનોની બેઠક મળી હતી. જેમાં રેલ અધિકારીઓએ લાઇન માટે જમીનનો સર્વે કરવા દેવા માંગણી કરેલ હતી જેનો ખેડુતો આગેવાનોએ વિરોધ કર્યો હતો. જેથી આ બેઠક અર્નિણત રહી હતી. આગામી દિવસોમાં ફરી આ મામલે બેઠક બોલવવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
ગઈકાલે વેરાવળ પ્રાંત કચેરી ખાતે ગીર સોમનાથ જીલ્લાનાં નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાઅને રેલ અધિકારીઓ અને ખેડુતો આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અગાઉ ખેડુતોએ ઉઠાવેલ અમુક સવાલોના જવાબ રેલ અધિકારીઓએ લેખીતમાં નાયબ કલેકટરને આપેલ હતા. જેમાં રેલ વિભાવે જણાવેલ કે, વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવા માટે ગ્રામ પંચાયતોને વિશ્વાસમાં લઇ કામગીરી કરાશે. આ પ્રોજેકટમાં ઓછામાં ઓછી ખેડુતોની જમીનનું અધિગ્રહણ કરવામાં આવશે. હયાત મીટરગેજ લાઇન વેરાવળથી કોડીનાર અને દેલવાડા રૂટ ઉપર બ્રોડગેજ લાઇન સંભવ નથી. જેના કારણે ઘણા સર્વેક્ષણો બાદ સોમનાથથી કોડીનાર નવી રેલ લાઇન નાંખવાની યોજના બનાવવામાં આવી છે. આ સહિત આઠેક જેટલા સ્પવષ્ટીકરણ કરતા જવાબો આપેલ હતા. તો બીજી તરફ ખેડૂત આગેવાન રમેશભાઈ બારડે જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના ચાર ઉદ્યોગો માટે જ સોમનાથથી કોડીનાર સુધી નવી રેલવે લાઈન નાંખવાનો સરકારનો ખાસ પ્રોજેક્ટ છે. નવી રેલવે લાઈન નાંખવાથી વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર ત્રણ તાલુકાના ૧૯ ગામોના ૧,૧૦૦ ખેડુતોની જમીન સંપાદિત થશે. જેમાં ૪૫૦ ખેડુતોતો ખેડૂત ખાતેદાર તરીકે જ મટી જશે સાથે અનેક ખેડુતો જમીન વિહોણા પણ બની જશે. ખેડુતો દ્વારા નવી રેલવે લાઈનના બદલે હયાત મીટર ગેજ લાઈનને રૂપાંતરિત કરવા માંગણી દોહરાવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, સોમનાથ થી કોડીનાર વચ્ચેે નવી રેલ લાઇન નાંખવાના પ્રોજેકટની જાહેરાત કરાઇ ત્યારથી આજ સુધી લાંબા સમયથી ખેડુતો વિરોધ કરી રહયા છે. જેમાં ખેડૂતો કોઈપણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મક્કમ જણાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ફરી મળનાર બેઠકમાં શું થાય છે તે જાેવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!