કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં રિપિટ થિયરી અપનાવે તેવી પૂરી શક્યતા

0

ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં રિપીટ થિયરી અપનાવવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના ઈશારા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજા સાથે જાેડાયેલા રહ્યા હશે કે પ્રજાના કામો કર્યા હશે તેમને રિપીટ કરવામાં આવશે. રાજીવ સાતવે આ નિવેદનથી સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટી વિરૂધ્ધ કામ કરનારાઓ અને નિષ્ક્રિય રહેલા પ્રજાનાં પ્રતિનિધિને ટિકિટ આપવામાં આવશે નહી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews