કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના ઉત્તર ગુજરાતના પ્રથમ ચરણનો બાયડ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને ખુલ્લી મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરશે. આ યોજના જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના હોવાનો દાવો કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જયોતિ ગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના છે અને ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોને ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહેશે અને તબક્કાવાર રાજયના ૩૩ જિલ્લાઓમાં આ યોજના લાગંુ કરવામાં આવશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ શુભારંભ કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews