ગ્રાન્ટેડ સ્કુલોનાં શિક્ષકો અને કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

0

રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં ગઈકાલે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. ગુજરાત સરકારે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે ર્નિણય લીધો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેને પગલે નવી નિમણૂંક પામનારાને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી પડશે નહીં. આ ર્નિણયથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત ૭૦ હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!