રાષ્ટ્રીય ઉપભોકતા આયોગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં ગ્રાહકનાં બેંક ખાતામાંથી હેકર્સ જાે નાણાં ગાયબ કરશે તો તેની જવાબદારી બેંકની રહેશે. ગ્રાહકનાં ખાતામાં જમા રાશિની સુરક્ષાની જવાબદારી બેંકની હોવાનું ઠેરવી રાષ્ટ્રીય ઉપભોકતા આયોગના જજ સી. વિશ્વનાથે ક્રેડીટ કાર્ડ હેકીંગ થવાના એનઆરઆઈ મહિલાના કેસમાં બેંક એકાઉન્ટમાંથી નાણાં ગાયબ થવા માટે બેંકને જવાબદાર ઠેરવી હતી. એચડીએફસી બેંકે દાખલ કરેલી યાચિકાને ખારીજ કરતાં રાષ્ટ્રીય ઉપભોકતા આયોગના જજે આદેશ આપ્યો હતો કે પિડીત એનઆરઆઈ મહિલાને ૬૧૧૦ અમેરિકી ડોલર (અંદાજે રૂા. ૪.૪૬ લાખ) ૧ર ટકા વ્યાજ સાથે એચડીએફસી બેંકે ચૂકવવાના રહેશે. ગ્રાહકના બેંક એકાઉન્ટમાંથી હેકર્સે ઉપાડેલી રકમ માટે બેંકની ઈલેકટ્રોનિક સીસ્ટમ જવાબદાર ગણવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews