બર્ડ ફલુની આશંકા સાથે બાંટવાના ખારો ડેમ નજીક વધુ બે પક્ષીઓના ભેદી મોત

0

માણાવદરના બાંટવા ખારો ડેમ પાસે ૫૩ જેટલા પક્ષીઓના મોત થયા હતા જ્યારે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં મંગળવારે સવારના સમયે વધુ બે પક્ષીઓના મોત નિપજ્યા છે. ઇન્ચાર્જ નાયબ પશુપાલન અધિકારી ડી.ડી. પનારા જણાવ્યું હતું કે, રવિવારે ૫૩ જેટલા પક્ષીઓના મોત બાદ તંત્ર દ્વારા આજુબાજુમાં આવેલ મરઘા ઉછેર કેન્દ્રમાંથી પણ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. મંગળવારે સવારે વધુ બે પક્ષીઓના મોત થયા છે ત્યારે તેના મૃતદેહને ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા છે. વધુમાં પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ કારણ કહી શકાય. ત્યારે હાલ તો તંત્ર દ્વારા આજુબાજુના વિસ્તારોમાં મરઘા ઉછેર કેન્દ્રમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. પપ થી વધુ પક્ષીઓના શંકાસ્પદ મોત અંગે હજુ પણ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલ તો મૃતદેહોને પરિક્ષણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બીજીતરફ વન વિભાગનાં અધિકારીઓ પણ ગોળગોળ ખૌરાકી અસરની વાતો કરીને આ ગંભીર બાબતને ઢાંકવાના પ્રયત્નો કરી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. બર્ડ ફલુની આશંકા સાથે આ ઘટનાને પગલે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!