સામાન્ય રીતે જયારે કોઈપણ હોટેલ અથવા લોજ બનાવવામાં આવે છે ત્યારે ખુબજ મજબુતાઈથી બનાવવામાં આવે છે. જે વર્ષો સુધી ટકી રહે છે. પરંતુ વિશ્વમાં એક હોટેલ એવી છે કે દર વર્ષે તૈયાર થાય છે. અને થોડા સમય પછી નદીમાં વહી જાય છે હા, તમને જાણીને નવાઈ લાગશે આ અનોખી હોટેલ સ્વીડનમાં છે. તે આઈસ હોટેલનાં નામથી ઓળખાઈ છે. આ હોટેલ દર વર્ષે શિયાળામાં બનાવવામાં આવે છે અને પાંચ મહિના પછી તે પીગળી જાય છે અને નદીના પાણીમાં ઓગળી જાય છે. આ અનોખી હોટેલ બનાવવાની પરંપરા ૧૯૮૯ થી ચાલી રહી છે. આ અનોખી હોટેલ ટોર્ની નદીનાં કાંઠે બનાવવામાં આવે છે. અને તેને બનાવવા માટે નદીમાંથી રપ૦૦ ટન બરફ કાઢવામાં આવે છે અને ઓકટોબર મહિનામાં તેનું નિર્માણ કરાય છે અને તેને બનાવવા વિશ્વભરનાં કલાકારો આવે છે અને પોતાની કળા દર્શાવે છે. હોટેલનાં રૂમની અંદરનું તાપમાન આશરે માયનસ પ ડિગ્રી સેલ્શીયસની આસપાસ રહે છે. દર વર્ષે આશરે પ૦ હજાર પ્રવાસીઓ હોટેલમાં રોકાણ કરે છે. આ ૩ર મું વર્ષ છે. અહીંયા કોવીડને ધ્યાને લઈ સરકારની ગાઈડ લાઈનનું પણ પુરતું ધ્યાન રખાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews