જૂનાગઢની વિદ્યાર્થીની વાજા મેઘનાની મોબાઈલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમમાં રાજયકક્ષાએ પસંદગી થઈ

0

ભારતની સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાઓનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર થાય, વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને શકિતને પ્રોત્સાહન મળે તેમજ શિક્ષણમાં કલા, સંસ્કૃતિ અને સાહિત્યની પ્રભાવક અસરો ઉભી થાય તેવા ઉદ્દેશથી સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. નવી શિક્ષણનીતિ-ર૦ર૦માં પણ શિક્ષણનાં માધ્યમથી કલાત્મક સાંસ્કૃતિક વિકાસ અને તેનાં સંશોધન ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ-જૂનાગઢ સંચાલિત માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાજા મેઘનાની મોબાઈલ ટુ સ્પોર્ટસ અંતર્ગત રાજય લેવલની યોજાનાર લગ્ન ગીત સ્પર્ધા માટે પસંદગી થયેલ છે. વાજા મેઘનાની આવી અનેરી સિધ્ધિ બદલ સંસ્થાનાં ટ્રસ્ટીમંડળ અને સ્ટાફગણે હર્ષની લાગણી વ્યકત કરીને અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews