ઉનાની છાત્રા શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં ઝળકી

0

સમગ્ર શિક્ષા – ગાંધીનગર અને સમગ્ર શિક્ષા ગીર-સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આયોજીત જિલ્લા સ્તરીય કલાઉત્સવ ૨૦૨૦માં કુમારી મૃગનયની મહેતા ગાંધી કન્યા વિનય મંદિર-ઉના શાસ્ત્રીય વાદ્ય સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા બી.આર.સી. કોર્ડિનેટર દેવેન્દ્રભાઈ દેવમુરારી દ્વારા તેણીને સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે ગીર સોમનાથનાં જિલ્લા શિક્ષણા ધિકારી આર.એ.ડોડિયાએ ટેલિફોનિક આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી. સાથે સાથે ગાંધી કન્યા વિનય મંદિરના આચાર્યા દીપ્તીબેન ગોસ્વામીએ કુમારી મૃગનયનીને ગાંધી કન્યા વિનય મંદિર-ઉના તથા ઉના તેમજ જિલ્લાનું ગૌરવ કહી આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews